જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday, August 13, 2013

ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી

ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી**

ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.

Saturday, April 20, 2013

દલપતરામ કવિ



 દલપતરામ કવિ



નામ: દલપતરામ કવિ
જન્મ: ૨૧ જાન્યુઆરી - ૧૮૨૦ , વઢવાણ
અવસાન: ૨૫ માર્ચ - ૧૮૯૮ , અમદાવાદ
કુટુમ્બ: પિતા - ડાહ્યાભાઈ ; પુત્ર - નાનાલાલ કવિ

અભ્યાસ
  • સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
  • સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
વ્યવસાય
  • ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
  • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
  • ૧૮૫૫- બુદ્ધિપ્રકાશ નું સંપાદન
  • ૧૮૫૮- ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ
પ્રદાન
  • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

મૂખ્ય કૃતિઓ

  • કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્
  • નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
  • નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
  • વ્રજભાષામાં - વ્રજ ચાતુરી
  • વ્યાકરણ – દલપત પિંગળ

જીવન

ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારકોમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈનું નામ અગ્રગણ્યોમાં છે. સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં ઇ.સ. ૧૮૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે તેમનો જન્મ થયો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું ને ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.
કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. અંધેરીનગરી એક લોકપ્રચલિત કથા પરથી લખાયેલુ કાવ્ય છે.... પુરી એક અંધેરીને, ગંડુરાજા, ટકે શેરભાજી, ટકે શેરખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેક, કવિ દલપતરામે માંના ગુણ વર્ણવીને કહ્યું છે કે... હતો હું સૂતો પારણે, પુત્ર નાનો, રડુ છેક તો રાખતું કોણ છાનો, મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ માં તુ.
  • વૈદિક કર્મકાંડ છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
  • સુધારા યુગના મહત્વના કવિ
સન્માન
  • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ


કવિ ન્હાનાલાલ


કવિ ન્હાનાલાલ દલપતરામ,‘પ્રેમભક્તિ’

(૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬)



કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. 

એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન. 

'સુન્દરમ' ત્રિભુવનદાસ લુહાર


'સુન્દરમ' ત્રિભુવનદાસ લુહાર ૧૩ જાન્યુઆરી




જન્મ: ૨૨/૩/૧૯૦૮ જન્મસ્થળ: મિયાંમાતર (ભરુચ) સાચું નામ: ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર ઉપનામ: સુન્દરમ્ અવસાન: ૧૩/૧/૧૯૯૧

કવિજીવન અને વ્યક્તિત્વ ઘડતર

ગાંધીયુગના અગ્રણી કવિ, ટૂંકી વાર્તાઓના મર્મસ્પર્શી લેખક, સમર્થ વિવેચક અને પૂર્ણયોગના સાધક એમ વિવિધ રીતે સુન્દરમ્ નું નામ પ્રસિધ્ધ છે. કાનમ નામે ઓળખાતા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર નામના નાનકડા ગામમાં શ્રમજીવી પિતાને ત્યાં ઇ.સ.૧૯૦૮ માં ત્રિભુવનનો જન્મ થયો હતો. કુટુંબ અને ગામમાંથી મળેલા ભક્તિ અને પરિશ્રમના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શિક્ષણ મિયાંમાતરમાં જ લીધું. ગુજરાત પ્રસિધ્ધ વ્યાયામના ભેખધારી શ્રી છોટુભાઈ પુરાણીની ભરુચની રાષ્ટ્રીય શાળામાં જીવનદીક્ષા અને કાવ્યદીક્ષા માટે તૈયારી કરી. ભરૂચ છોડી અમદાવાદ આવી પહોંચે તે પહેલા તો આ કિશોર ત્રિભુવને અમદાવાદની સાહિત્યસભા તરફથી સાહિત્યની પરીક્ષા ઉતીર્ણ કરી. અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત વિધાપીઠમાં દાખલ થયા ત્યારે કવિ અધ્યાપક રામનારાયણ પાઠક પાસે છંદ અને ભાષાસાહિત્યનો અભ્યાસ કરવાની તક તેમને મળી. વિદ્યાપીઠમાંથી પ્રગટ થતાં 'સાબરમતી' ના તેઓ તંત્રી બન્યા. તેમાં ઉત્તમ લેખ લખવા બદલ તેમને ગાંધીજીના હસ્તે 'તારાગૌરી રૌપ્યચંદ્રક' મળ્યો હતો.

ગદ્યકાર સુન્દરમ્

કવિ સુન્દરમ્ અને ગદ્યકાર સુન્દરમ્ મળીને એક ઊંચી કોટિના સર્જક સુન્દરમ્ નો પરિચય તેમની સાહિત્ય રચનાઓમાંથી મળી રહે છે. નવલિકા, પ્રવાસ, અનુવાદ, સાહિત્યિક લેખો, ચરિત્ર, વિવેચન એમ ઘણાં સ્વરુપોમાં તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. ટૂંકી વાર્તા હોય કે પ્રવાસકૃતિ હોય, સુન્દરમ્ નું ગદ્ય પ્રાસાદિક શૈલીમાં વિહરે છે. સ્નાતક થયાં તે પહેલા તેમણે 'સાબરમતી' માં વર્ષભરનો શ્રેષ્ઠ લેખ લખ્યો હતો. ઇ.સ.૧૯૪૭ થી 'દક્ષિણા'ના તંત્રિ તરીકે પણ તેમણે ગુજરાતી ગદ્યને બળ અને ઓજસ આપ્યા. તેમના ગદ્યની પ્રાસાદિકતા અને રસાળતાનો સુખદ અનુભવ આપણને તેમના 'તપોગિરિની આનંદયાત્રા' વ્યાખ્યાનમાં થાય છે. કવિતાની જેમ ગદ્યમાં પણ સર્જક સુન્દરમ્ ની આગવી મુદ્રા પ્રગટે છે. વિવેચનમાં વિવેચ્ય પદાર્થકૃતિ પરની તેમની પકડ, વિષયને પૂરેપૂરી પામી જતી બુદ્ધિની તીક્ષ્ણતા અને વિચારની મૌલિકતા જોવા મળે છે. સુન્દરમ્ નું ગદ્ય ઘૂંટાયેલુ, સત્વપૂર્ણ અને સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના સંસ્કારવાળું હોય છે. તેને તત્વ, તર્ક અને લાગણીનો સ્પર્શ અચૂક લાગેલો હોય છે. સ્વાભાવિક પ્રસાદ અને માધુર્યથી મંડિત હોઇ સુન્દરમ્ નું ગદ્ય રોચક હોય છે. તેથી ગાંધીયુગના ગદ્યના વિશિષ્ટ આવિષ્કારરૂપે સ્મરણીય છે.

સુન્દરમ્ નું જીવન

ઇ.સ.૧૯૪૬ માં તેઓ પોંડિચેરી ગયા અને શ્રી અરવિંદ તેમજ માતાજીના સાનિધ્યમાં આશ્રમવાસી બનીને વસ્યાં. મૃત્યુપર્યંત પોતાનું જીવન અને સર્જન શ્રી અરવિંદ અને માતાજીને સમર્પિત કરી દીધું. તેમણે નવલિકાઓ અને એકાંકીઓ પણ આપ્યા હતાં. ગુજરાતથી દૂર રહીને પણ તેમણે સતત સાહિત્યસર્જન કરવાનું ચાલુ રાખ્યું હતું.

સુન્દરમ્ ના પુરસ્કારો

ઇ.સ.૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ.૧૯૪૬ માં 'અર્વાચીન કવિતા' વિવેચનગ્રંથ માટે મહીડા પારિતોષિક, ઇ.સ.૧૯૫૫ માં 'યાત્રા' કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૫૯ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના સાહિત્ય વિભાગનું પ્રમુખપદ અને ઇ.સ.૧૯૬૯ માં પચીસમા અધિવેશનનું પ્રમુખપદ તેમને પ્રાપ્ત થયુ હતું. ઇ.સ.૧૯૬૭ માં મુંબઇ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વ્યાખ્યાનો આપેલા. ઇ.સ.૧૯૬૮ માં 'અવલોકના' માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. ભારત સરકારે એમને 'પદ્મભૂષણ'નો ખિતાબ આપ્યો હતો.

તેમની 'અર્વાચીન કવિતા': વિવેચક સુન્દરમ્

'અર્વાચીન કવિતા'ને અર્વાચીન ગુજરાતી કવિતાની તેની ભૂમિકા, વલણો, સર્જકો, નવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને કરેલી સમીક્ષાનો ઇતિહાસગ્રંથ ગણી શકાય. ઇ.સ.૧૯૪૬ માં ગુજરાત સાહિત્યસભા તરફથી અર્વાચીન કવિતાનું રૂપરેખાત્મક પુસ્તક લખવાનું કામ તેમને સોંપાયુ હતું, તેના ફલસ્વરૂપ સુન્દરમ્ ના વિદ્યાતપની સાક્ષી સમું ઉત્તમ વિવેચન 'અર્વાચીન કવિતા' દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઇ.સ. ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની ઐતિહાસિક તેમજ તુલનાત્મક, તટસ્થ મુલ્યાંકન તથા સમીક્ષા રૂપે પ્રાપ્ત થતો તે સંદર્ભગ્રંથ બન્યો છે.

અવલોકના

ઇ.સ.૧૯૬૫માં તેમનો અવલોકના નામનો બીજો વિવેચનસંગ્રહ પ્રકાશિત થયો. જેના પરિણામે ગુજરાતી સાહિત્યના સર્જકો, કવિઓ,વાર્તાકારો, નવલકથાકારો વગેરેની નોંધપાત્ર રચનાઓની વર્ષો પહેલા લખાયેલી સમીક્ષાઓ ગુજરાતીસાહિત્યના અભ્યાસીવર્ગને સુલભ થઇ. ગુજરાતના કવિતાગુરુ અધ્યાપક રામનારાયણ પાઠકે તો પોતાના આ શિષ્યને પોતાના કાવ્યોની તેમના હાથે થયેલી સમુચિત વિવેચનાથી પ્રસન્ન થઇ ઇ.સ.૧૯૩૮ માં 'વિવેચક મિત્રને' એમ ભાવપૂર્વક સંબોધન કરી એક કાવ્યમાં સુન્દરમ્ ની વિવેચનપ્રવૃત્તિને બિરદાવી હતી.

સુન્દરમ્ નું સાહિત્યસર્જન તેમજ કૃતિઓ

કવિતા:- કોયા ભગતની કડવી વાણી, ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગરંગ વાદળિયાં, વસુધા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, લોકલીલા, ઇશ, પલ્લવિતા, મહાનદ, પ્રભુ પદ, અગમ નિગમા, નિત્યશ્લોક, ચક્રદૂત, ધ્રુવ યાત્રા
ટૂંકી વાર્તા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી, પાવક્ના પંથે
પ્રવાસ:- દક્ષિણાયન
વિવેચન:- અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્યચિંતન
પ્રકીર્ણ:- ચિદંબરા
ચરિત્ર:- શ્રી અરવિંદ મહાયોગી, સમર્ચના
અનુવાદ:- ભગ્વદ્જ્જુકીય, મૃચ્છકટિક, કાયાપલટ, જનતા અને જન, સાવિત્રી, શ્રી અરવિંદ તથા માતાજીના પુસ્તકો
વાર્તાકલા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન વગેરે સુન્દરમ્ ના વાર્તાસંગ્રહો છે. કવિતા પછી વાર્તાઓનું સર્જન સુન્દરમ્ નું પ્રતિભાશાળી સર્જક તરીકે ધ્યાન ખેંચે છે. 'હીરાકણી અને બીજી વાતો'થી તેમની ટૂંકીવાર્તાની યાત્રા શરૂ થઈ. 'ખોલકી' વાર્તામાં જીવનની નક્કર વાસ્તવિકતાને રજૂ કરી સામાજીક ચેતનાને તેમણે મોટો આંચકો આપ્યો હતો. 'ખોલકી અને નાગરિકા'ની વાર્તાઓ 'ઉન્નયન'માં નવીન સ્વરૂપે રજૂ થઈ. છેલ્લે તેમણે તારિણી નામનો વાર્તાસંગ્રહ આપ્યો.
કાવ્યકૃતિઓ:- તેમની પ્રથમ કાવ્યકૃતિ 'વડલાની ડાળ ઉપરના હીંચકા' આમોદની શાળાના હસ્તલિખિતમાં મૂકેલી. તેમનું કાવ્ય 'એકાંશ દે' એ 'મરીચિ'ના ઉપનામથી 'સાબરમતી' દ્વૈમાસિક માં ઇ.સ.૧૯૨૬ માં પ્રગટ થયેલું. પછી ઇ.સ.૧૯૨૮ માં એ જ પત્રમાં 'બારડોલીને' એ કાવ્ય 'સુન્દરમ્' નામથી પ્રસિધ્ધ થયું. ઇ.સ.૧૯૩૦ માં તેમની કવિપ્રજ્ઞાનું દ્યોતક 'બુધ્ધના ચક્ષુ' રચાયુ અને સુન્દરમ્ કવિ તરીકે પ્રખ્યાત થયા. 'સુન્દરમ્' તખલ્લુસ તેમણે ગાંધીજીની આત્મકથામાં આવેલા 'બાલાસુન્દરમ્' નામના ગિરમીટિયાના નામ પરથી રાખેલુ.

સુન્દરમ્ ની કવિતા:-

(૧). 'મારી બંસીમાં'-
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા.
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા.
સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં.

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી,
દિલનો દડુલો રમાડી તું જા.
ભૂખી શબરીના બોર બે એક આરોગી.
જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા.
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે,
ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં.
-[ત્રિભુવનદાસ લુહાર (સુન્દરમ્)]
(૨).'એક સવારે આવી'-
એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ?
કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ?



નકશામાં આપના ગામ, શહેરની શાળા, શાળાના ડાયસ આધારિત માહિતી માટે ક્લિક કરો ....

નકશામાં આપના ગામ,શહેરની શાળા,શાળાના ડાયસ આધારિત માહિતી માટે અહિં ક્લિક કરો

Thursday, April 18, 2013

સાહિત્યકારોના ફોટા



૧. અંબુભાઇ પુરાણી


૨. અમૃતલાલ યાજ્ઞીક



 ૩. અનંતરાઈ રાવલ



 ૪.અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ



૫. અશોક હર્ષ

૬. બચુભાઇ રાવત



૭. બાલમુકુંદ દવે



૮. બલવંતરાય ઠાકોર



૯. ભગવતીકુમાર શર્મા



૧૦. ભોગીલાલ ગાંધી




૧૧. ભોગીલાલ સંદેશરા


૧૨. ભોળાભાઈ પટેલ



૧૩. ભૃગુરાઇ અંજારીયા



૧૪. ચમશી ઉદેશી



૧૫. ચંદ્રકાંત બક્ષી



૧૬. ચંદ્રકાંત શેઠ



૧૭. ચંદ્રવદન મેહતા



૧૮. ચુનીલાલ મડિયા



૧૯. દલસુખ માલવણીયા



૨૦. દ.બા. કાલેલકર




૨૧. દેશળજી પરમાર 




૨૨. દેવજીભાઇ મોઢા



૨૩. ધીરુબેન પટેલ 



૨૪. ધુમકેતુ



૨૫. દિગીશ મેહતા



૨૬. દુલા ભાયા કાગ



૨૭. ફાધર વાલેસ



૨૮. ગની દહીંવાલા



૨૯. ગીજુભાઇ બધેકા



૩૦. ગોવર્ધનરામ ત્રિપાઠી




૩૧. ગુલાબદાસ બ્રોકર



૩૨. ગુણવંતરાય આચાર્ય



૩૩. હરિહર ભટ્ટ



૩૪. હરિન્દ્ર દવે



૩૫. હરિપ્રસાદ શાસ્ત્રી



૩૬. હરિવલ્લભ ભાયાણી



૩૭. હીરાબેન પાઠક



૩૮. ઇશ્વરભાઇ પેટલીકર



૩૯. જયંતી દલાલ



૪૦. જયંતી  કોઠારી





૪૧. જયંત પાઠક



૪૨. જયશંકર સુંદરી



૪૩. જુગતરામ દવે



૪૪. જ્યોતિન્દ્ર દવે



૪૫. કવિ કાન્ત



૪૬. કરશનદાસ માણેક



૪૭. કવિ નાનલાલ



૪૮. કેશવ હર્ષદ ધ્રુવ



૪૯. કિશનસિંહ ચાવડા



૫૦. કે.કે.શાસ્ત્રી



૫૧. કે.એમ.મુનશી



૫૨. કૃષ્ણલાલ શ્રીધરાણી



૫૩. કુન્દનીકા કાપડીયા



૫૪. લાભશંકર ઠાકર



૫૫. મધુસુદન ઠંકી



૫૬. મકરંદ દવે



૫૭. મનસુખલાલ ઝવેરી



૫૮. મનુભાઇ જોધાણી



૫૯. મનુભાઇ પંચોળી



૬૦. મસ્તફકીર



૬૧. મો.ક.ગાંધી



૬૨. મોહમ્મદ માંકડ



૬૩. મોહનલાલ સોપાન મેહતા



૬૪. મુકુન્દરાય પરાશર્યા



૬૫. મૂળશંકર ભટ્ટ



૬૬. મુનિ જિનવિજયજી



૬૭. નગીનદાસ પારેખ



૬૮. નલીન રાવળ



૬૯. નાનાભાઇ ભટ્ટ



૭૦. નિરંજન ભગત 



૭૧. પંડિત બેહચરભાઇ જોશી



૭૨. પન્નાલાલ પટેલ



૭૩. પીનાકીન ઠાકોર



૭૪. પીતાંબર પટેલ



૭૫. પ્રહલાદ પારેખ



૭૬. પૂજારામ રાવળ



૭૭. પૂજાલાલ



૭૮. પૂણ્યવિજયજી મૂની



૭૯. રઘુવીર ચૌધરી



૮૦. રાજેન્દ્ર શાહ



૮૧. રાજેન્દ્ર શુક્લા



૮૨. રમણલાલ જોષી



૮૩. રમણલાલ  સોની



૮૪. રમેશ પારેખ



૮૫. રામપ્રસાદ બક્ષી



૮૬. રણજીતરામ વી. મેહતા



૮૭. રસિકલાલ પરીખ



૮૮. રતિલાલ છાયા



૮૯. રા.વી.પાઠક



૯૦. રવિશંકર રાવળ



૯૧. સંતપ્રસાદ ભટ્ટ



૯૨. શેખાદમ આબુવાલા



૯૩. શીવકુમાર જોષી



૯૪. સ્નેહરશ્મી



૯૫. સુન્દરમ



૯૬. સુંદરજી બેટાઇ



૯૭. સુરેશ દલાલ



૯૮. સુરેશ જોષી



૯૯. સ્વામી આનંદ



૧૦૦. ઉમાશંકર જોષી



૧૦૧. ઉપનશ



૧૦૨. વેણીભાઇ પુરોહિત



૧૦૩. વિજયરાઇ વૈદ્ય



૧૦૪. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી



૧૦૫. યશચંદ્ર શિતાંશુ



૧૦૬. યશવંત શુક્લા 



૧૦૭. ઝવેરચંદ મેઘાણી