- હોમ
- ભાષા મંડળ
- આજની નવી સરકારી ભરતી
- ગણિત-વિજ્ઞાન
- ભાવેશભાઇ પંડ્યા સાહેબશ્રી
- વર્ષ ૨૦૧૩ની જાહેર-મરજીયાત રજાનુ લીસ્ટ
- ગણિત - વિજ્ઞાન વિડીયો.
- સી.આર.સી નંબર ૪ આર.એમ.સી
- શિક્ષણ અંતર્ગત માહિતી
- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ઇડર
- સર્વ શિક્ષા અભિયાન સાબરકાંઠા
- ગુજરાત સમાચાર
- સી.સી.સી પરીક્ષા સાહિત્ય
- જમવાનુ કઇ રીતે બનાવશો ?
- ધોરણ ૧ થી ૮ કાવ્ય કુંજન
- ગુણોત્સવ
- એજ્યુસફર
Saturday, April 20, 2013
કવિ ન્હાનાલાલ
કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment