અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની જગ્યાઓ નિર્ધારિત કરતી વખતે અનામત ઉમેદવાર કે જે મેરિટના ધોરણે પસંદ/ પ્રમોટ થયા હોય (અને અનામતના નિયમના ધોરણે નહીં) તેવા ઉમેદવારને અનામત કેટેગરીમાં ગણવા જોઇએ નહીં એમ ગુજરાત હાઇકોર્ટે એક અતિમહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદામાં ઠરાવ્યું છે. *. અનામત ઉમેદવાર મેરિટનાં ધોરણે પસંદ/પ્રમોટ થયા હોય તો તેને અનામત કેટેગરીમાં ના ગણી શકાયઃ હાઇકોર્ટ *. ૨૦૦૭ની વિદ્યાસહાયકોની ભરતીમાં રહી ગયેલાબનાસકાંઠાન ા એસસીના ઉમેદવારોને નવી ભરતીમાંનિમણૂક આપવા આદેશ તા. ૨૪-૯-૨૦૧૨ની જાહેરાત સદંર્ભે ત્રણમહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ ૨૦૦૭ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી વિદ્યાસહાયકોની ભરતીપ્રક્રિયામા ંઅનુસૂચિત જાતિના ઉમેદવારોને અન્યાયના મામલે થયેલી જુદી જુદી રિટ અરજીઓના કેસમાં ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસજે.બી.પારડીવાલા ની ખંડપીઠે સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે , કાયદાનાપ્રસ્થાપિત સિદ્ધાંતો આ અંગે નિર્ણિતથયેલા જ છે અને ગુજરાત સરકારે તમામ નિમણૂકોમાં તેનો ચુસ્તપણે અમલ કરવો જોઇએ. ૨૦૦૭ની વિદ્યાસહાયકોની ભરતીમાંબનાસકાંઠા જિલ્લામાંથી કાયદેસર નિમણૂકથી વંચિત રખાયેલા ઉમેદવારોના કેસમાં એક તબક્કે ગુજરાત સરકાર તરફથી અનુસૂચિત જાતિના ઉમેદવારોનો છેદ ઉડાડાયો હોવાની ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં , નિમણૂકમાં બાકી રહી ગયેલા આવા સંબંધિત ઉમેદવારોને વિદ્યાસહાયકોની નવી ભરતી પ્રક્રિયામાં નિમણૂક આપવાનીસોગંદનામા બાંયધરી આપવાની ફરજ પડી હતી. સરકારના પ્રયુક્તિભર્યા વલણનો અરજદાર ઉમેદવારો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પર્દાફાશ કરવામાં આવતાં હાઇકોર્ટે સરકારપક્ષની આકરી ટીકા કરીસોગંદનામા પર ખુલાસો માગ્યો હતો. જેમાં સરકારને આ બાંયધરી આપવાની ફરજ પડી હતી. સરકારની બાંયરીને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે ૨૦૦૭ની બનાસકાંઠા જિલ્લાની વિદ્યાસહાયકોની ભરતીમાં નિમણૂકથી વંચિત રહી ગયેલા ઉમેદવારોનેનવી ભરતીમાં સમાવી લેવા તાકીદ કરી તા.૨૪-૯-૨૦૧૨ની વિદ્યાસહાયકોની જાહેરાતઅનુસંધાન ની ભરતીપ્રક્રિયા ત્રણ મહિનામાં પૂરી કરી દેવા રાજય સરકારને મહત્ત્વનો આદેશકર્યો હતો. અરજદાર રમીલાબહેન પુરબીયા તથા અન્યો તરફથી કરાયેલી રિટ અરજીઓમાં એડવોકેટ દિગંત પી.જોષીએ જણાવ્યું હતું કે , વર્ગ-૧ અને વર્ગ-૨ના કર્મચારીઓની ભરતીમાં રાજ્યવાર અનામતની જોગવાઇ છે ,જયારે વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની ભરતીમાં સરકારના તા.૨૧-૧-૮૬ના ઠરાવ મુજબ , જિલ્લાવાર અનામતનીજોગવાઇ છે. જે મુજબ , બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિ(એસસી) માટે ૧૦ ટકા, અનુસૂચિત જનજાતિ(એસટી) માટે ૭ ટકા અને ઓબીસી માટે ૨૭ ટકા અનામત છે.સુપ્રીમકોર્ટ દ્વારા પી.કે.સબરવાલ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબના કેસમાં કાયદાના પ્રસ્થાપિત કરાયેલા સિધ્ધાંતોને સ્વીકારી સરકારે તા.૮-૩-૯૯માં ઠરાવ કર્યો હતો. તે મુજબ , જે ઉમેદવારો મેરિટના ધોરણે ઓપન કેટેગરીમાં નિમણૂક પામ્યા હશે તેઓ એસસીના હોવા છતાં અનામત કેટેગરીમાં ગણાશે નહીં. તેમ છતાં સરકારે તા.૨૪-૧-૦૭ની વિદ્યાસહાયકોની જાહેરાત અનુસંધાનમાં એસસીના ઉમેદવારો માટે અનામત રાખવાની વાતનો બહુ યુકિતપૂર્વકછેદ ઉડાડી દીધો હતો. સરકાર દ્વારા બચાવમાં એવું કારણ રજૂ કરાયું હતું કે, પાછલા વર્ષોમાં એસસીના ઉમેદવારોની વધુ પડતી ભરતી થઇ ગઇ હોવાથી તે ભરવાનું ટાળ્યું છે. રાજય સરકારના ઉપરોકત મનસ્વી નિર્ણયનાકારણે એસસીના ઉમેદવારોને વિદ્યાસહાયકોની ભરતીમાં ભારોભાર અન્યાય થયો છે અને તેના કારણે તેઓ કાયદેસર નિમણૂકથી વંચિત રહ્યા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે રાજ્ય સરકારનો નિર્ણય ગેરકાયદે અને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદાર ઉમેદવારોની આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપર મુજબ અગત્યનો ચુકાદો જારી કરી રિટ અરજીઓનો નિકાલ કર્યો હતો. ગુજરાત સરકારે સોગંદનામાં પર પોતાની ભૂલ સ્વીકારી ઉપરોકત પર્દાફાશ બાદ ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા પર પોતાની ભૂલનો સ્વીકાર કરતાં જણાવાયું હતું કે , ૨૦૦૭ની બનાસકાંઠા જિલ્લાની ભરતીમાં અનુસૂચિત જાતિ(એસસી) ૧૩૭ જેટલા ઉમેદવારો નિમણૂંકથી વંચિત રહી ગયા છે.સરકારના વલણની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે તા.૧૪-૯-૨૦૧૨ના રોજ આદેશ કરી ૨૦૦૭ની પસંદગી યાદીમાંથી નિમણૂક પામવામાંથી વંચિત રહી ગયેલા આ ૧૩૭ ઉમેદવારોને નિમણૂંક આપવા સરકારને ફરમાન કર્યું હતું અને તે અંગે સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. સરકારે તેમાંથી એસસીના ૪૧ ઉમેદવારો માટે ૧૬-૯-૧૨ના રોજ જાહેરખબર આપી તેઓને નિમણૂક આપવાની તજવીજહાથ ધરી હતી , જયારે બાકીના એસસીના ૯૬ ઉમેદવારોને નવી ભરતીમાં નિમણૂક આપવાની સોગંદનામાં પર ખાતરી આપી હતી.
No comments:
Post a Comment