જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Saturday, March 30, 2013

ગુનોત્સવ બાબતે તા-૩૦ માર્ચનો નવો પરિપત્ર....

આ પરિપત્રના મુખ્ય મુદ્દાઓ.....

તા-૧૨ ના રોજ ૭.૪૫ થી ૮.૦૦ લેખન ટેસ્ટ.....

૮.૩૦ થી ૯.૩૦ વાંચન ટેસ્ટ (ધો-૬ થી ૮ માં પ્રશ્નપત્ર અપાશે.)

પ્રશ્નપત્ર ખોલતી વખતે SMC અધ્યક્ષની સહી લેવી.

વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓને CRC પહોંચાડવી.





Tuesday, March 26, 2013

શાળાકક્ષાએ લાયબ્રેરીના પુસ્તકો ખરીદવા માટેનો પરિપત્ર -૨


Gunotsav - 4





Saturday, March 23, 2013

આર.ટી.ઈ-૨૦૦૯ અન્વયે રાજ્ય સલાહકાર પરિષદની રચના બાબતનો પરિપત્ર











ગુનોત્સવ - ૪ ની વિડીયો કોન્ફરન્સનો પરિપત્ર....


C.C.C. પરીક્ષા

શિક્ષકોને નોકરીમાં કાયમી કરવા હાઇકોર્ટનો આદેશ

શિક્ષકોને નોકરીમાં કાયમી કરવા હાઇકોર્ટનો આદેશ અમદાવાદ, શુક્રવાર શારીરિક-માનસિક અસમર્થતા ધરાવતાબાળકોને ભણાવનારા વિશેષ તાલીમ પામેલા ૧૨૪૮ શિક્ષકોને નોકરીમાંનિયમિત કરવા હાઇકોર્ટે આજે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે. આ તમામ શિક્ષકોને સર્વે શિક્ષા અભિયાન યોજનાઅન્વયે અન્ય શિક્ષકોની જેમ અપાતા પગાર અને ભથ્થાનાં લાભો આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર ચાલતી આ યોજનાઓમાં શિક્ષકોને યોગ્ય પગાર અને ભથ્થું ન મળતું હોવાની અવારનવાર રજુઆત થઇ હતી. આ યોજનાની ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતસરકાર દ્વારા યોગ્ય રીતેકરવામાં આવતો નથી તેવો આક્ષેપ મુકવામાં આવ્યો હતો.વર્ષ ૨૦૦૭માંહાઇકોર્ટ ­ના ચીફ જસ્ટિસને રજુઆત કરવામાં આવી હતી કે તેઓને શારીરિક- માનસિક અસમર્થતા ધરાવતા બાળકોના ઘરે જઇને ભણાવવું પડે છે. તેઓ વિશેષ ક્ષમતા ધરાવતા બાળકોને ભણાવવા તાલિમબદ્ધ છે જેના કારણે તેઓને યોગ્ય વળતર મળવું જોઇએ. આ મુદ્દાને ગંભીરતાથી લઇને હાઇકોર્ટે સુઓ-મોટો રિટની કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આજે ચુકાદો આપતાં ઠરાવ્યું હતું કે આઇ.ઇ.ડી.એસ. યોજના અન્વયે સમાવિષ્ટ તમામ શિક્ષકોને સરકારના કાયમી શિક્ષકોની જેમ જ પગાર અને ભથ્થા ચુકવવામાં આવે. આ લોકો અન્ય શિક્ષકોનીઅપેક્ષા થોડી વિશેષ યોગ્યતા ધરાવે છે.એન.જી.ઓ. માત્ર સરકારને મદદ કરી શકે છે અને તેઓ દ્વારા મેળવેલી મદદ માટે આર્થિક વ્યવસ્થા કરવી સરકારની જવાબદારીછે. જેના આધારે શારીરિક માનસિક અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષકોને યોગ્ય આર્થિક લાભો સરકારે આપવા જ જોઇએ. હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર સરકારને પણ યોગ્ય ગ્રાન્ટ આપવા હુકમ કરી રિટનો નિકાલ કર્યો હતો

Thursday, March 21, 2013

પોરબંદર જિલ્લાનો પરિક્ષા કાર્યક્રમ



ધો . ૧૦ - ૧૨ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા ત્રણ મહિનામાં અરજી કરી શકાશે

ધો . ૧૦ - ૧૨ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા ત્રણ મહિનામાં અરજી કરી શકાશે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે એફિડેવિટ કરવી પડશે અમદાવાદઃ ધો . ૧૦ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે . ધો . ૧૨ સાયન્સની પરીક્ષાઓ ચાલીરહી છે . શિક્ષણ બોર્ડ દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ , ડુપ્લિકેટ સર્ટિફિકેટ તથા માઈગ્રેશન સર્ટિફિકેટ લેવા માટે ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એફિડેવિટ પણ કરવાની રહેશે . શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ , ડુપ્લિકેટ પ્રમાણપત્ર અને માઈગ્રેશન સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે . ડુપ્લિકેટ પ્રમાણપત્રો મેળવવાની કામગીરી ગાંધીનગરની શિક્ષણ બોર્ડની કચેરીથી કરવામાં આવશે . આ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ અરજી કરીને જે તે દિવસે ડુપ્લિકેટમાર્કશીટ મેળવી શકાશે . વિદ્યાર્થીઓને રૃબરૃ તથા ટપાલ મારફતેપણ ડુપ્લિકેટ માઈગ્રેશન સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડુપ્લિકેટ સર્ટિફિકેટ માટે કરેલી અરજીમાં શાળાના આચાર્યના સહી - સિક્કા વગરની અરજી બોર્ડ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં . ડુપ્લિકેટ માર્કશીટની અરજીનો નમૂનો પણ બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે . પરીક્ષાનાં પરિણામ જાહેર થયા બાદ ત્રણ માસમાં ડુપ્લિકેટ માર્કશીટ માગવામાં આવે તો રૃ . ૨૦ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ વિદ્યાર્થીઓએ રજૂ કરવી પડશે . પ્રથમ વખત માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે એફિડેવિટની જરૃર નહીં પડે . વિદ્યાર્થીના વાલીઓ ડુપ્લિકેટ સર્ટિફિકેટ રૃબરૃ લેવા માટે બોર્ડની કચેરીએ જશે ત્યારે વાલીઓએ વિદ્યાર્થીનું ઓળખપત્ર રજૂ કરવું પડશે .