જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday, March 21, 2013

ધો . ૧૦ - ૧૨ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા ત્રણ મહિનામાં અરજી કરી શકાશે

ધો . ૧૦ - ૧૨ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા ત્રણ મહિનામાં અરજી કરી શકાશે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે એફિડેવિટ કરવી પડશે અમદાવાદઃ ધો . ૧૦ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે . ધો . ૧૨ સાયન્સની પરીક્ષાઓ ચાલીરહી છે . શિક્ષણ બોર્ડ દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ , ડુપ્લિકેટ સર્ટિફિકેટ તથા માઈગ્રેશન સર્ટિફિકેટ લેવા માટે ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એફિડેવિટ પણ કરવાની રહેશે . શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ , ડુપ્લિકેટ પ્રમાણપત્ર અને માઈગ્રેશન સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે . ડુપ્લિકેટ પ્રમાણપત્રો મેળવવાની કામગીરી ગાંધીનગરની શિક્ષણ બોર્ડની કચેરીથી કરવામાં આવશે . આ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ અરજી કરીને જે તે દિવસે ડુપ્લિકેટમાર્કશીટ મેળવી શકાશે . વિદ્યાર્થીઓને રૃબરૃ તથા ટપાલ મારફતેપણ ડુપ્લિકેટ માઈગ્રેશન સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડુપ્લિકેટ સર્ટિફિકેટ માટે કરેલી અરજીમાં શાળાના આચાર્યના સહી - સિક્કા વગરની અરજી બોર્ડ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં . ડુપ્લિકેટ માર્કશીટની અરજીનો નમૂનો પણ બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે . પરીક્ષાનાં પરિણામ જાહેર થયા બાદ ત્રણ માસમાં ડુપ્લિકેટ માર્કશીટ માગવામાં આવે તો રૃ . ૨૦ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ વિદ્યાર્થીઓએ રજૂ કરવી પડશે . પ્રથમ વખત માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે એફિડેવિટની જરૃર નહીં પડે . વિદ્યાર્થીના વાલીઓ ડુપ્લિકેટ સર્ટિફિકેટ રૃબરૃ લેવા માટે બોર્ડની કચેરીએ જશે ત્યારે વાલીઓએ વિદ્યાર્થીનું ઓળખપત્ર રજૂ કરવું પડશે .

No comments:

Post a Comment